BODELICHHOTA UDAIPURGUJARAT

વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા બોડેલીના નગરના આંગણે તારીખ 12 અને13 એપ્રિલ 2026 દ્વિ દિવસીય મહામહોત્સવ

શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કૃપા તેમજ શ્રી વલ્લભના આશીર્વાદથી શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલીના 50માં વર્ષમાં મંગલ પ્રવેશ- પાટોત્સવ તેમજ અનંત વિભૂષિત જગદ્ગુરુ શ્રીમદ વલભાચાર્યજી શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડૉ વાગીશકુમારજી મહારાજશ્રીની ષષ્ઠીપૂર્તિ મહોત્સવ અંતર્ગત બોડેલીના આંગણે બે દિવસના શ્રી પ્રભુના વિવિધ મનોરથો તેમજ પૂજ્ય શ્રી મહારાજશ્રીનો સત્કાર સમારોહ અને જગદ્ ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 549 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા બોડેલી ખાતે કરવામાં આવ્યું છે ,જેમાં તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડૉ વાગીશકુમારજી મહારાજશ્રી, તૃતીય ગૃહ યુવરાજ પૂજ્ય શ્રી વેદાંતકુમારજી મહોદયશ્રી, પૂજ્યશ્રી સિદ્ધાંતકુમારજી મહોદયશ્રી તેમજ જનાના સરકારની પાવન નિશ્રામાં તારીખ 12/4/2026 ને રવિવારના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુના 56 ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતના પૂર્વ વિસ્તારના 13 મંદિર ડભોઇ શ્રી દ્વારકાધીશના બે મંદિર, સંખેડા , બહાદરપુર ,નસવાડી, તિલકવાડા , વાસણા, માંકણી જબુગામ , પાવીજેતપુરના બે મંદિર, છોટાઉદેપુર, પાનવડના શ્રી દ્વારકાધીશ પ્રભુ બોડેલીના આંગણે પધારશે અને શ્રી દ્વારકાધીશ પ્રભુ બોડેલી એવમ પૂજ્ય મહારાજશ્રીના તપેલીના ઠાકોરજી સંગ બિરાજી 56 ભોગ આરોગસે, એ પહેલા સવારે 9:00 કલાકે બધાજ મંદિરના ઠાકોરજી આલીપુરા ખોડિયાર મંદિર ગરબી ચોક પધારશે ત્યાંથી ભવ્ય સ્વાગત સામૈયુ વાજતે ગાજતે નીકળશે જે દ્વારકાધીશ મંદિર પહોંચશે જ્યાં ફુલ મંડળીના ભવ્ય મનોરથના દર્શન રાજભોગમાં થશે ત્યારબાદ સર્વે વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન ભક્ત વાડી બોડેલી ખાતે રાખેલ છે. બપોરે બે કલાકે ભક્ત વાડી સત્સંગ હોલમાં પૂજ્યશ્રી વાગીશકુમારજી મહારાજશ્રીનું ષષ્ઠીપૂર્તિ અંતર્ગત ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પૂર્વ વિસ્તારના 17 ગામોના વૈષ્ણવો દ્વારા આપશ્રીનું ભવ્ય સ્વાગત સત્કાર થશે, ત્યારબાદ સાંજે 4:30 કલાકે 56 ભોગના દર્શન ગાંધી કોટન જીનમાં થશે .સવારથી જે ગાડીઓ , બસો તથા અન્ય સાધનો આવશે તેની પાર્કિંગની વ્યવસ્થા ગાંધી કોટન જીનની બાજુમાં આવેલ તાજભાઈ જીનમાં કરવામાં આવેલ છે. દર્શન બાદ ભોજન ની વ્યવસ્થા સર્વે વૈષ્ણવો માટે ભક્ત વાડી ખાતે કરવામાં આવેલ છે. તારીખ 13/4/2026 ને સોમવારના રોજ પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદ્ ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549 મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવવાનુ આયોજન થયેલ છે. તે દિવસે સવારે જે વૈષ્ણવોને બ્રહ્મસંબંધ કરવાનું હોય તેઓએ સવારે 7:30 કલાકે શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે કોરા વસ્ત્રો લઈને આવવાનું રહેશે. સવારે શણગારના દર્શનમાં 10:30 કલાકે જય દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય નંદ મહોત્સવ ઉજવવામાં આવશે ત્યારબાદ વૈષ્ણવવાડી ખાતે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે ,જ્યારે બપોરે 4 કલાકે સર્વે વૈષ્ણવ ભાઈઓ બહેનો ભક્ત વાડીના હોલમાં ધોળપાઠ ,કીર્તન કરશે તેમજ પૂજ્ય મહારાજશ્રીના વચનામૃત પણ થશે ત્યારબાદ જગદગુરુ શ્રી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા ભક્ત વાડી ખાતેથી નીકળી બોડેલી નગરના રાજમાર્ગો પર ફરી શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચશે જ્યાં રાજ દરબારના અતિ ભવ્ય, દિવ્ય અને અલૌકિક મનોરથના દર્શનનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે ત્યારબાદ સર્વે વૈષ્ણવો વૈષ્ણવવાડી ખાતે ભોજન પ્રસાદ લેશે. આમ બે દિવસના ભવ્ય મહા મહોત્સવના આયોજનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ ઉત્સવમાં બોડેલી સહિત આસપાસના ગામો તથા વડોદરા સહિત અન્ય શહેરોમાંથી પણ ખૂબજ મોટી સંખ્યામાં વૈષ્ણવો આ ઉત્સવનો લાભ લેવા પધારનાર હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યુ છે , સર્વે વૈષ્ણવોના હૃદયમાં પણ આ ઉત્સવને મનાવવા આનંદ છલકાઈ રહ્યો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!