KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના દેલોલ ગામે પ્રણામી મંડળ દેલોલ દ્વારા વાલ્મિકી રૂખી સમાજ ટ્રસ્ટ સેવા મંડળ ની બેઠક મળી.

 

તારીખ ૦૬/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ ગામે પ્રણામી મંડળ દેલોલ દ્વારા વાલ્મિકી રૂખી સમાજ ટ્રસ્ટ સેવા મંડળ ની બેઠક મળી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ હાઈ પાવર કમિટી અધ્યક્ષ કિરણભાઈ મહામંત્રી ભરતભાઈ અને દેલોલ ગ્રામ પંચાયતના સભ્ય મનોજભાઈ આ ટ્રસ્ટના આગેવાન હોય તેઓએ પોતાના ગામ દેરોલમાં સમગ્ર ટ્રસ્ટ મંડળની આવકારી સમાજના સભ્યો અને ટ્રસ્ટી મંડળનું અભિવાદન કર્યું હતું. મોટી સંખ્યામાં વાલ્મીક સમાજના ભાઈઓ બહેનો બાળકો એકત્રિત થયા હતા જેમાં વિવિધ કમિટી શિક્ષણ સમિતિ રમતગમત સમિતિ હાઈ પાવર કમિટીના સભ્યો અને અન્ય કમિટીઓની રચના કરી તેના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી સંગઠન મંત્રી રમેશભાઈ તલાટી હાલોલ નગરપાલિકા નગરસેવક નવીનભાઈ જંત્રાલય સરપંચ વિનોદભાઈ ગઢડા પ્રણામી મંદિરના સંત અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી આ બેઠકમાં સોનામાં સુગંધ ઉમેરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ચૌહાણ અને સુભાષભાઈ માસ્તર એ કર્યું હતુ.

Back to top button
error: Content is protected !!