GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ગામની સગીરાને લગ્નના ઈરાદે ભગાડી જનાર શખ્સ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ.

 

તારીખ ૦૬/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાના અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ તાલુકાના એક ગામમાં રહેતી ૧૫ વર્ષ ૪ માસની સગીર વયની દીકરીને આરોપી નાનજીભાઈ બકાભાઈએ પોતાની જાળમાં ફસાવી હતી. યુવતી સગીર હોવાનું જાણવા છતાં, આરોપી તેને લગ્ન કરવાના ઈરાદે લલચાવી-ફોસલાવીને તેના કાયદેસરના વાલીપણામાંથી પોતાની બાઇક પર બેસાડી તા ૧૭/૦૨/૨૬ ના રાત્રે દશ કલાક થી તા ૧૮/૦૨/૨૬ ના સવારે પાંચ કલાક દરમિયાન કોઈ પણ સમયે ભગાડી ગયો હતો.આ મામલે સગીરાના વાલીએ પોતાની દીકરી ગુમ થતા શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે વેજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. વાલીની ફરિયાદના આધારે પોલીસે નાનજીભાઈ બકાભાઈ વિરુદ્ધ અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર પોલીસે સગીરા અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!