GUJARATKUTCHMANDAVI

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી,ચૂંટણી સંદર્ભે ખાનગી/જાહેર મિલ્કતના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી,તા-૦૬ એપ્રિલ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.

ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબર યુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલી આચાર સંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી હોઈ શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી-૨૦૨૫ સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ બાબતે નિયમો જાહેર કર્યા છે.‌

કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર મુકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલા હોય અને તે સ્થળો કોઈ ખાનગી એજન્સીને વ્યક્તિગત ગ્રાહકોને ફાળવવા માટે આપવામાં આવેલા હોય તેવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ સંબંધિત સત્તાધિકારીશ્રી મારફતે (જો હોય તો) સુનિશ્ચિત કરવાનું રહેશે.

ખાનગી સ્થળોએ સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજૂરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા સંબંધિત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજૂરીની નકલ તથા મિલ્કત ધારકના નામ સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં દિન-૩માં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને પુરી પાડવાની રહેશે અન્યથા આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહીં. સ્થાનિક કાયદાઓ પણ જો ખાનગી માલિકીની જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા વગેરે લગાડવાની પરવાનગી ન આપતા હોય તો માલિકની પરવાનગીથી પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહીં. કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ, કાર્યકરો, ટેકેદારો દ્વારા ખાનગી મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિત સ્વૈચ્છિક પૂર્વ પરવાનગી મેળવી અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સામગ્રી પૈકી, ધ્વજ, ઝંડો અને બેનર્સ મૂકી શકશે. કટ આઉટ અને હોર્ડીંગ્ઝ ખાનગી મિલ્કત પર પ્રદર્શિત કરી શકાશે નહીં. આ સંબંધે મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિતમાં મેળવેલ સ્વૈચ્છિક પૂર્વ પરવાનગીની ફોટો કોપી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે. હોર્ડીંગ્ઝની સાઈઝ ૧૫ ફૂટ X ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહી. કટ આઉટની ઉંચાઈ ૮ ફૂટથી વધતી જોઈએ નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ નોડલ ઓફિસરશ્રી, સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને તેમજ સંબંધિત પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડીંગ્ઝ/કટઆઉટ વગેરે મુકેલા હોય તદ્દાનુસાર ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી કરવાનો રહેશે. કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ઘ્યાને લઇ આ જાહેરનામાનાંહ ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાના પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.

Back to top button
error: Content is protected !!