DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તાલુકામાં પાણિયા ચોકડી પરથી ભૂલે પડેલી કિશોરી ની મદદ માટે 181 અભયમ ટીમ પહોંચી.

તા.૦૬.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકામાં પાણિયા ચોકડી પરથી ભૂલે પડેલી કિશોરી ની મદદ માટે 181 અભયમ ટીમ પહોંચી

આજરોજ જાગૃત નાગરિક દ્વારા 181 માં કોલ કરીને જણાવે છે કે 13 વર્ષની દીકરી ભૂલે પડી ગયેલી હોય તેની મદદ માટે અભયમ ટીમ દ્વારા મદદ માંગેલ છે ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા જણાવેલ સરનામે પહોંચ્યા બાદ જાગૃત નાગરિક જોડે વાતચીત કરતા જાણવા મળેલ છે કે આ દીકરી બે કલાકથી અહીં બેઠેલી છે અને દીકરીને જોતા તે ગભરાયેલી હાલતમાં હોય જેથી દીકરીને સાંત્વના આપી દીકરી જોડે વાતચીત કરતા જાણવા મળેલ છે કે દીકરી પોતાની બહેનના ઘરે જતી હતી અને ઘરેથી કહીને નીકળેલી હતી અને રસ્તો ભૂલી જતા દીકરી પ્રાઈવેટ વાહનમાં બેસીને અહીં સુધી આવી ગયેલ દીકરીને પોતાની બહેન નો મોબાઇલ નંબર યાદ છે એમ જણાવે છે તે મોબાઈલ નંબર પર ફોન કરીને ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ પોતાનું નામ સરનામું આપેલ અને દીકરી પણ બહેનના ઘરે જવા માંગતા હોય તેથી અભયમ ટીમ દ્વારા આ કિશોરીને તેઓની બહેનને આધારપુરવાની તપાસ કરીને સહી સલામત બહેનને સોંપેલ છે જેથી બહેન દ્વારા અભયમ ટીમ લીમખેડાનો આભાર વ્યકત કરેલ છે

Back to top button
error: Content is protected !!