NATIONAL

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં ભંગાણ, ગેટ તોડી વિધાનસભામાં ઘૂસી કાર, સુરક્ષાના ઉભા થયા સવાલો

6 એપ્રિલના રોજ દિલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. એક અજાણી ગાડીએ વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે 2:05 વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર 2ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી.

આ ઉપરાંત કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ પાસે બરામદામાં ફૂલોનો એક ગુલદસ્તો પણ મૂક્યો હોવાની માહિતી મળી રહી છે. આ કાંડ કર્યા બાદ આરોપીઓ તે જ કાર ફૂલ સ્પીડ ઝડપે ગેટની બહાર નીકળીને ફરાર થઈ ગયા હતા. જે ગેટથી આ ગાડી અંદર ઘૂસી ત્યાં CRPFના જવાનો તૈનાત હતા, તેમ છતાં કાર અંદર એન્ટ્રી કરી શકી હતી.

એક અજાણી ગાડીએ વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે 2:05 વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર 2ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના સુરક્ષાની મોટી ખામીના કારણે થઇ છે. ગાડીમાં બેઠેલા વ્યક્તિઓએ વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી. દિલ્હી સચિવાલયના એક અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવર વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના કાર્યાલય તરફ ગયો, ત્યાંના વરંડા પાસે ફૂલોનો ગુલદસ્તો મૂક્યો અને ત્યાંથી ચાલ્યો ગયો.

સચિવાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાએ સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઇ છે, અને અધિકારીઓ તેને સંભવિત સુરક્ષા ભંગ તરીકે જોઈ રહ્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્ર દરમિયાન વિધાનસભાને બોમ્બની ધમકી મળ્યા પછી તરત જ આ ઘટના બની હતી.

Back to top button
error: Content is protected !!