GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં નાની કાછીયાવાડ ના રહીશો પાયા ની સુવિધાઓ થી વંચિત.વોટ માંગવા આવવું નહિ તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ.

 

તારીખ ૦૭/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

એક તરફ ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે તમામ રાજકીય પાર્ટી ના હોદ્દેદારો પાર્ટી ના બેનર ઉપર મેન્ડેટ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહયા છે તો બીજી તરફ નાની કાછીયાવાડ ના જાગૃત નાગરિક દ્વારા નાની કાછીયાવાડ ના બન્ને ફળિયામાં વોટ માગવા આવવું નહી નહીં તો અપમાન થશે. તેવો મેસેજ સોશિયલ મીડિયા ના માધ્યમથી વોટ્સએપ ગ્રૂપો માં વાયરલ કર્યો છે તેમજ નાની કાછીયાવાડ ના જાગૃત નાગરિક દ્વારા વોટ્સએપ ના માધ્યમ થી જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક તલાટી ક્રમ મંત્રી ને મેસેજ મોકલી જાણ કરવામાં આવી છે કે કાલોલ તાલુકાના વેજલપુર નાની કાછીયાવાડ માં‌ રોડ રસ્તા પીવાના પાણી સુવિધાઓ મળતી નથી જેથી વોટ માગવા આવવું નહી નહીતો અપમાન થશે નાની કાછીયાવાડના રહીશો ને રોડ રસ્તો પીવાના પાણીના સમસ્યાઓને લઈને આંદોલન કરશે કોઈ નેતાએ વોટ માંગવા આવવું નહિ નાની કાછિયાવાડ વેજલપુરના બન્ને ફળિયામાં વોટ માગવા આવવું નહીં નહીતો અપમાન થશે. નાની કાછીયાવાડના રહીશો તેવો મેસેજ સોશિયલ મીડિયા માં વાયરલ કર્યો છે જેથી સ્થાનિક વેજલપુર ગ્રામ પંચાયત ઉપર સવાલો ઉભા થયા છે જ્યારે કેન્દ્ર ની ભારતીય જનતા પાર્ટી ની સરકાર વિકાસ માટે દરેક ગામોમાં નલ સે જલ યોજના ૧૫ મુ નાણાં પંચ સાંસદ સભ્ય ની ગ્રાન્ટ ધારાસભ્ય ની ગ્રાન્ટ એટી વીંટી ગ્રાન્ટ સહિત વિવિધ યોજના થકી દરેક ગામોમાં લાખો રૂપિયાની ગ્રાન્ટો ની ફાળવણી કરવામાં આવે છે અને દરેક ગામોને વિકાસ ની ગતિએ પોહચાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સ્થાનિક વેજલપુર ગ્રામ પંચાયત ને લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવેલ હોવા છતાં ગામજનો ને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ ગયેલ છે જેથી વેજલપુર નાની કાછિયાવાડ બન્ને ફળિયામાં વોટ માગવા આવવું નહીં નહીતો અપમાન થશે. નાની કાછીયાવાડના રહીશો તેવો મેસેજ સોશિયલ મીડિયા માં વાયરલ કર્યો છે અને જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી ને વોટ્સએપ ના માધ્યમ થી જાણ કરવામાં આવી છે જેથી જીલ્લા કલેકટર સહિત ના અધિકારીઓ વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદારો સામે પગલાં લઈ રિસાયેલા મતદારો ને મનાવી તેઓનો પ્રશ્નો હલ કરશે ખરા કે પછી નાની કાછીયાવાડ ના રહીશો મતદાન કરે કે ના કરે તેઓને કોઈ ફરક નહિ પડે તે જોવું રહ્યું

Back to top button
error: Content is protected !!