GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે સમગ્ર જિલ્લામાં હથિયારબંધી; જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું

 

MORBI:મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે સમગ્ર જિલ્લામાં હથિયારબંધી; જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું

 

પરવાનેદારો દ્વારા હથિયાર સાથે સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળે હથિયાર લઈ ફરવા પર પ્રતિબંધ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર, સમગ્ર મોરબી જિલ્લાના આત્મરક્ષણ કે પાકરક્ષણના પરવાનેદારોએ તેમના હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળે હથિયાર સાથે હેરફેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ જાહેરનામામાંથી સરકારી ફરજ પરના પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રીઓ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્સ અને સંરક્ષણ દળોના કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે. વધુમાં, નાણાકીય સંસ્થાઓ જેવી કે સરકારી કે ખાનગી બેંકો, એટીએમ અને કરન્સી ચેસ્ટની હેરફેર/લેવડ-દેવડ કરતા માન્યતા પ્રાપ્ત સિક્યુરિટી ગાર્ડ્સ કે જેઓ અધિકૃત ઓળખપત્ર ધરાવે છે (તેમણે ફોટો ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય રહેશે.), તેમને પણ આ હુકમમાંથી મુક્તિ અપાઈ છે. આ ઉપરાંત, નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્યો કે જેઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાઈફલનો ઉપયોગ કરે છે તેમને પણ આ હથિયારબંધીના આદેશમાંથી મુક્ત રખાયા છે. આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!