JAMNAGAR

પ્રેરણાદાયી આયોજન કરતુ જામનગર શૈક્ષીક સંઘ

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર ખાતે માતૃશક્તિ વંદના નિમિત્તે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સુંદર સંચાલન એ.બી. વિરાણી હાઈસ્કૂલની દીકરી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત શૈક્ષિક મહાસંઘ જામનગર શહેર, પ્રમુખ મોતીબેન કારેથા દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી. ત્યારબાદ ઉપાધ્યક્ષ પુષ્પાબેન કપુરિયા દ્વારા સંઘ પરિચય આપવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આરતીબેન વાળા (અખિલ ભારતીય મજદૂર સંઘ – સંગઠન મંત્રી) ઉપસ્થિત રહ્યા અને તેમણે માતૃશક્તિના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે હેમાબેન દવે દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા પ્રમુખ મંજુબેન પોસ્તરિયા, જશુબેન વાળા, પરિતાબેન કુંડલિયા, જલ્પાબેન રોલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરાણી સ્કૂલના આચાર્ય તારાબેન પાંભર તેમજ કીર્તિબા ચૂડાસમા, કૈલાશબેન, હેમાબેન વગેરેના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમના અંતે શાળાની દીકરીઓને આઇસક્રીમ પીરસવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું તેમજ વિશિષ્ટ વિદ્યાર્થીઓને પેડ અને પાઉચ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમ માતૃશક્તિના સન્માન અને સમાજમાં તેમના યોગદાનને ઉજાગર કરતો એક ઉત્તમ પ્રયત્ન રહ્યો તે બદલ શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા પ્રમુખ રવિંન્દ્રભાઇ પાલ, સંગઠન મંત્રી મનહરલાલ વરમોરા, સંઘ સલાહકાર રામગોપાલભાઇ મિશ્રા, કોષાધ્યક્ષ અશોકભાઇ વરૂ,સહ સંગઠન મંત્રી જયપાલસિંહ જાડેજા, જિલ્લાસહમંત્રી દશરથસિંહ જાડેજાએ સહયોગ અને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!