GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાના ચકચારી રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર ઝાકીર અહેમદ જભા મહારાષ્ટ્રના ભિવંડીથી ઝડપાયો

 

પ્રતિનિધિ ગોધરા તા.8

 

નિલેશભાઈ દરજી શહેરા

 

 

ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ રાયોટિંગના ગુનામાં વોન્ટેડ અને નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર આરોપીને પંચમહાલ-ગોધરા એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપી પાડ્યો છે.

 

પોલીસને ટેકનિકલ એનાલિસિસના આધારે સચોટ માહિતી મળી હતી કે ગોધરાના વાલી ફળિયા નં. ૩ નો રહેવાસી અને રાયોટિંગના ગંભીર ગુનાનો મુખ્ય આરોપી ઝાકીર અહેમદ જભા મહારાષ્ટ્ર રાજ્યના ભિવંડી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે તાત્કાલિક પોલીસની એક વિશેષ ટીમ તૈયાર કરીને ભિવંડી ખાતે રવાના કરવામાં આવી હતી.

 

મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ પોલીસ ટીમે આરોપી તેમને ઓળખી ન શકે તે હેતુથી વેશપલટો કરીને સઘન વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન આરોપી ઝાકીર અહેમદને ભિવંડીના નાસિક રોડ પર આવેલી હોટલ અના સાગર ખાતેથી દબોચી લેવાયો હતો. ઝડપાયેલા આ મુખ્ય આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!