BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી પોલીસે બામરોલી હાઇવે પરથી રૂ. ૧૨.૫૩ લાખનો મુદ્દામાલ ઝડપ્યો: દારૂ ભરેલી ‘થાર’ ગાડી જપ્ત

 

છોટાઉદેપુર પોલીસ અધિક્ષકશ્રી આઇ.જી.શેખ અને બોડેલી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્માની સૂચના મુજબ આગામી ચૂંટણી અન્વયે દારૂબંધીના કડક અમલ માટે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એસ.બરંડા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન બામરોલી ગામ પાસે હાઇવે પરથી એક મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની કાળા કલરની મહિન્દ્રા થાર ગાડી (ચેચીસ નં. MA1UJ4YK2R2G17009, એન્જીન નં. YKR4GA1018) ને આંતરી તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૭૬૮ બોટલો કબજે કરી હતી, જેની કિંમત રૂ. ૨,૫૩,૭૬૦/- થાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને હેરાફેરીમાં વપરાયેલી રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની થાર ગાડી મળી કુલ રૂ. ૧૨,૫૩,૭૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે પોલીસને જોઈને નાસી છૂટેલા અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!