GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે છટાદાર ભાષણ અંગે પ્રતિબંધાત્મક આદેશ

તા.૮/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી તેમજ પેટાચૂંટણીઓ સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલી છે. જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝાએ છટાદાર ભાષણ અંગે પ્રતિબંધાત્મક આદેશ કર્યા છે.

જે મુજબ છટાદાર ભાષણ આપવા, ચાળા પાડવા અથવા નકલ કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવાથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરાયેલા અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના નિર્વાચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિમત્તાનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય, તેવા છટાદાર ભાષણ આપવા, ચાળા કરવા અને ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવા, દેખાડવા, ફેલાવો કરવાના કૃત્યો કરવાની મનાઈ છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ હેઠળના વિસ્તારમાં આ હુકમ તા. ૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!