
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રાતેબ-એ-રિફાઈનો શાનદાર જલસાનું આયોજન શનિવાર તા.11 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે વડોદરાના હઝરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ શાહની આગેવાનીમાં ખલીફા-એ-રિફાઈ જનાબ જમિરઅહમદ ગુલામ મુસ્તફાના નિવાસસ્થાન પર કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી યોજાતો આ જલસો ખેરગામમાં આધ્યાત્મિક પરંપરા અને શ્રદ્ધાનો પ્રતિક બની ગયો છે.
આ જલસાની એક વિશેષતા એ છે કે મુસ્લિમ સમાજના આ ધાર્મિક કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો પણ સક્રિય રીતે ઉપસ્થિત રહી કોમી એકતાની અનોખી મિશાલ સ્થાપિત કરે છે. આ વર્ષે પણ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આ સૌહાર્દ અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવશે.કાર્યક્રમ દરમિયાન રાતેબ-એ-રિફાઈના જલસો,ઝિક્ર-અઝકાર, સાલતું વસ્સલામ,દુઆ અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાશે, જેમાં શ્રદ્ધાળુઓ હાજર રહી આત્મિક શાંતિનો લાભ લેશે.આ પ્રસંગે તમામ સમાજના લોકોને ઉપસ્થિત રહી આ ધાર્મિક તથા સામાજિક એકતાના પર્વમાં ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજન કર્તાઓએ વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.




