દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૧ પર વડોદરા રતલામ મેમુ ટ્રેનમાં ચડવા જતા અજાણ્યા મુસાફરનું ટ્રેન નીચે આવી જતા મોત

તા.૦૯.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૧ પર વડોદરા રતલામ મેમુ ટ્રેનમાં ચડવા જતા અજાણ્યા મુસાફરનું ટ્રેન નીચે આવી જતા મોત
દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર હચમચાવી નાખનાર ઘટના બની છે જેમાં એક અજાણ્યા મુસાફર મેમુ ટ્રેનમાં ખોટી બાજુથી ચઢવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવી બેસ્યું હતું અને જેને પગલે ટ્રેન નીચે આવી જતા મુસાફરનું મોત નીપજતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચકચારમાંથી જવા પામેલ છે. દાહોદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક ખાતે ગતરોજ એક અજાણ્યા મુસાફર દાહોદ ઉજ્જૈન મેમો ટ્રેનમાં સવાર થવા જઈ રહ્યા હતા. એકાએક મેમો ટ્રેન ઉપડી ગઈ હતી અને મેમો ટ્રેનમાં સવાર થવા માટે મુસાફર દ્વારા ચાલુ મેમુ ટ્રેનમાં ખોટી બાજુથી ચઢવાનો પ્રયાસ કર્યો હતો. મેમુ ટ્રેનની ગતિ વચ્ચે મુસાફરે ટ્રેનમાં ચડતા સમયે એકાએક પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને જ્યોતજાેતામાં મુસાફર ટ્રેનની નીચે આવી ગયા હતા. જેને પગલે મુસાફરનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે રેલવે સ્ટેશન વિસ્તારના મુસાફરો ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ રેલવે પોલીસને થતા ની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. દાહોદ રેલવે પોલીસે મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા તો બીજી તરફ રેલ્વે પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા વ્યક્તિના પરિવારની શોધખોળ પણ હાથ ધરી છે





