
ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ડેડીયાપાડા તાલુકામાં ભવ્ય રેલી બાદ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 09/04/2026 – ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. તેમની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકામાં પ્રચંડ જનમેદની સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જ્યારે ડેડિયાપાડા તાલુકામાં ભવ્ય રેલી બાદ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી સતત લોકો વચ્ચે જઈને તેમની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરી રહી છે.
બીજી તરફ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિવિધ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આમ આદમી પાર્ટી લોકોના ન્યાય માટે સતત લડત આપી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે અને ડેડિયાપાડા તાલુકામાં યોજાયેલી ભવ્ય રેલીમાં હજારો લોકો જોડાયા હતા. મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાંચ હજાર કરતાં વધુ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ વધુને વધુ મત આપી આમ આદમી પાર્ટીને જીતાડે જેથી લોકોની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ આવી શકે.




