MORBI:મોરબી ભાજપમાં ભડકો: ટિકિટ કપાતા પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રભાઈ પરમારનો બળવો, વોર્ડ નં. 9 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી

MORBI:મોરબી ભાજપમાં ભડકો: ટિકિટ કપાતા પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રભાઈ પરમારનો બળવો, વોર્ડ નં. 9 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી
મોરબી: મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટિકિટ ફાળવણીના મામલે પક્ષમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. અગાઉ વોર્ડ નં. 3 અને 8 માં સ્થાનિક ઉમેદવારોની માગ સાથે વિરોધના સુર ઉઠ્યા હતા, ત્યારે હવે વોર્ડ નં. 9 માં ભાજપના પૂર્વ કાઉન્સિલરે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ત્રણ ટર્મનો અનુભવ છતાં ટિકિટ ન મળતા નારાજગી
મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રભાઈ પરમાર, જેઓ ગત ચૂંટણીમાં ભાજપના સિમ્બોલ પરથી ચૂંટાઈ આવ્યા હતા, તેમણે આજે વિધિવત રીતે વોર્ડ નં. 09 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે.”હું અગાઉ ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યો છું. આ વખતે પક્ષ દ્વારા મને ટિકિટ નહીં મળે તેવા સ્પષ્ટ સંકેતો મળતા, મેં મારા સમર્થકો અને મતદારોના હિત માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે.”ભાજપ માટે મુશ્કેલીના એંધાણ? મોરબીમાં ભાજપ માટે આંતરિક વિખવાદ માથાના દુખાવા સમાન બની રહ્યો છે.વોર્ડ નં. 03 અને 08: સ્થાનિક ઉમેદવારોને જ ટિકિટ આપવાની માગ સાથે કાર્યકરોમાં રોષ.વોર્ડ નં. 09: સીટિંગ પૂર્વ કાઉન્સિલરનો સીધો બળવો અને અપક્ષ ઉમેદવારી.સેન્સ પ્રક્રિયા બાદ એકપછી એક વોર્ડમાં ઉઠી રહેલા વિરોધના વંટોળને ખાળવા માટે ભાજપ સંગઠન હવે કેવા પગલાં લેશે અને અસંતુષ્ટોને મનાવવામાં સફળ રહેશે કે કેમ, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો નરેન્દ્રભાઈ પરમારની અપક્ષ ઉમેદવારીએ વોર્ડ નં. 9 માં ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે.








