
જામનગરના કારખાનેદારને પાંચ મહિને ખબર પડી કે રૂ. ૬૦ લાખમાં વકીલ પાસે છેતરાયો — વિશ્ર્વાસઘાતનો આ ક્ષેત્રનો મોટો કેસ
જીએસટીનંબર કન્ટીન્યુ કરાવવા અઢળક નાણા આપ્યા પણ કાનૂની સલાહકાર તે ઓળવી જતા ક્લાયન્ટે કરાવ્યો ફોજદારી ગુનો દાખલ-ગત રાત્રે આરોપીઓની ધરપકડ
જામનગર (ભરત ભોગાયતા )
નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વિઝન, સમર્પણ અને જાહેર કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા જરૂરી છે જે વિકસિત અને સમાન ન્યાયનોપાયો છે. પરંતુ જામનગરમાં પ્રેકટીસ કરતા સૌ પ્રતીષ્ઠીત વ્યક્તીઓ વચ્ચે એક કાયદા સલાહકાર સામે ખૂબ મોટી રકમના વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે.
જામનગર શહેરના પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર પ્રકારનો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે તેની પ્રાપ્ત વિગતો મુજબ
ભાવેશભાઈ અમૃતભાઈ તરાવિયાએ ફરીયાદ દાખલ કરાવી છે કે આરોપીઓ તરીકે
જગદીશભાઈ રમેશભાઈ રામોલિયા અને કાયદા સલાહકાર
પ્રકાશભાઈ દોંગા તેમના રૂપીયા સાંઇઠ લાખ, જીએસટી નંબર રીન્યુ કરાવવા ,ગત ઓક્ટોબર ૨૦૨૫થી ઓળવી ગયા છે. આ અંગે પોલીસ ઇન્સપેક્ટર વી.જે. રાઠોડએ તપાસ હાથ ધરી છે અને ગત રાત્રે આરોપીઓની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 316(5), 316(2) અને 54 હેઠળ દાખલ કરવામાં આવેલા આ ગુનાથી કાયદા નિષ્ણાંતોમાં ચકચાર મચી છે. કેમકે
પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ વિશ્વાસનો ભંગ કરી નાણાકીય અને કાનૂની લાભ મેળવવા માટે કૌભાંડ રચ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વકીલ સાથે જોડાયેલ નામ સામે આવતાં સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું છે, કારણ કે કાયદાના રક્ષક તરીકે ઓળખાતા વ્યક્તિ સામે જ કાયદા ભંગના આક્ષેપો થયા છે.તેમજ પોલીસને એવીપણ આશંકા છે કે આ આરોપીઓએ વધુ આવી છેતરપીંડી કરી હોઇ શકે છે.
@ શું સજા થઈ શકે?
કલમ 316 (વિશ્વાસઘાત / છેતરપિંડી પ્રકારના ગુના)3 થી 7 વર્ષ સુધીની સજા + દંડ થઈ શકે
તેમજ ગંભીર પરિસ્થિતિમાં વધુ કડક સજા શક્ય છે જ્યારે કલમ 54 હેઠળ મુખ્ય આરોપીને મદદ કરનારને પણ સજા થાય તેમજ આરોપ સાબિત થાય તો
બાર કાઉન્સિલ દ્વારા વકીલાતની નોંધણી પણ રદ થઇ શકે છે. અને શિસ્તભંગના પગલા પણ લેવાય શકે છે.
@GST અને કાનૂની મામલામાં ચીટરોથી સાવધાન રહેવુ પડે
ઘણા લોકો GST અને કાનૂની અજ્ઞાનનો લાભ લઇ છેતરપિંડી કરે છે“ટેક્સ બચાવી આપીએ”, “કેસ સેટલ કરી દઈએ” જેવી લાલચ આપે છે અને જો અરજદાર કે અસીલ જાગૃત ન રહે તો છેતરપીંડી થઇ શકે છે એમાંય દરેક પ્રકારના ટેક્ષ બાબતે લોકોએ સાવધાન રહીને આગળ વધવુ જોઇએ લાલચમાં ન આવવુ જોઇએ તેમ પણ કાયદા નિષ્ણાંતો જણાવે છે.
@ કારખાનેદાર કેવી રીતે ફસાયા ??
મુળ પીપરટોડાના અને હાલ જામનગર રહી શ્રી કલ્પ એન્ટરપ્રાઇઝ નામથી બ્રાસસ્ક્રેપની પેઢી ચલાવતા ભાવેશભાઇને GST વિભાગ દ્વારા નોટીસ મળેલ અને GST એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ જેથી આ એકાઉન્ટ ફરી ચાલુ કરવા બાબતે જગદીશ રામોલીયાનો સંપર્ક કરતા તે આ કારખાનેદારને કાયદા સલાહકાર પ્રકાશ દોંગા પાસે લઇ ગયેલ હતો. તેમજ કારખાનેદાર ભાવેશભાઇએ બંને ઉપર વિશ્ર્વાસ મુકી ગત ઓક્ટોબરમાં સાંઇઠ લાખ જેવી માતબર રકમ જીએસટી પેટે ભરવા આપી હતી અને ગઇકાલે તેમને ખબર પડી કે તેમના આ અઢળક નાણા ટેક્સ પેટે ભરાયા જ નથી …!! આ સ્થિતિમાં તેઓ પોલીસ સ્ટેશન ગુનો નોંધાવવા ગયા હતા.





