MORBI:મોરબી કૌટુંબિક કલેશમાં પિતાએ જ કરી માતાની હત્યા, ૧૭ વર્ષીય પુત્રએ પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ




MORBI:મોરબી કૌટુંબિક કલેશમાં પિતાએ જ કરી માતાની હત્યા, ૧૭ વર્ષીય પુત્રએ પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોરબી/ટંકારા: મોરબી અને ટંકારા પંથકમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટંકારાના લજાઈ પાસે આવેલા એક કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારમાં પત્ની સાથેના ઝઘડામાં પિતાએ જ માતાની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ૧૭ વર્ષીય પુત્રએ હિંમત દાખવી પોતાના જ સગા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબીના શનાળા બાયપાસ પાસે જોગણીનગરમાં રહેતા અને હાલ ટંકારાના લજાઈ ભીમનાથ રોડ પર ‘સિલ્વર પ્લાસ્ટિક’ નામના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ૧૭ વર્ષીય સાહિલ સંજયભાઈ ભોજવીયાએ ટંકારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયાએ તેની નવી માતા શકુબેન સાથે જૂની પત્નીની બાબતે ઝઘડો કર્યો હતો.ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવીને પિતા સંજયભાઈએ શકુબેનના માથાના ભાગે કોઈ બોથડ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે શકુબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પિતાએ પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને ઓરડીની બહાર ફેંકી દીધી હતી અને પુત્ર સાહિલને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પુત્રની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી પોતાની નજર સામે જ માતાની હત્યા થતા ફફડી ગયેલા ૧૭ વર્ષીય પુત્રએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. ટંકારા પોલીસે સાહિલની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




