સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના 60 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

તા.10/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજ્યમાં આગામી સમયમા યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આમ આદમી પાર્ટી માટે માઠા સમાચાર સામે આવ્યા છે જ્યાં ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ૬ ઉમેદવારો સહિત ૬૦થી વધુ સક્રિય કાર્યકરોએ છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો દામન થામી લીધો છે આ તમામ કાર્યકરો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મુખ્ય મથક નમો કમલમ ખાતે એકત્ર થયા હતા જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા અને વિપુલભાઈ ચૌહાણ સહિતના વરિષ્ઠ હોદ્દેદારોએ તમામ નવા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડા ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ભાજપની વિચારધારાથી પ્રેરાઈને અન્ય પક્ષોના કાર્યકરો જોડાઈ રહ્યા છે જે આગામી ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત બનાવશે.




