GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER :વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

 

WAKANER :વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

 

વાલી-વારસની શોધખોળ શરૂ : મૃતક પુરુષના શરીર પર “MOM” અને “Alon but Royl panit” સહિતના અનેક ટેટૂ ત્રોફાવેલ છે


મૃતક વિષે કોઈપણ માહિતી મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬ ૩૬૦૮૬ ઉપર સંપર્ક કરવા અનુરોધ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, જેમના વાલી-વારસની શોધખોળ માટે પોલીસ દ્વારા લોક સહયોગની અપીલ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની અનુસાર, ગત તા. ૦૮/૦૪/૨૦૨૬ના રોજ ૧૧:૧૫ વાગ્યા પૂર્વે કોઈ પણ સમયે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં સીપરાવાડી ખરાબાની જગ્યામાં આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
મૃતકની ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક પુરુષ પાતળા બાંધાના છે, માથે કાળા લાંબા વાળ છે અને દાઢી-મૂછ રાખેલ છે. મૃતકના શરીર પર અનેક ટેટૂ (નિશાનીઓ) ત્રોફાવેલ છે, જેમાં ડાબી બાજુ ખભાના આગળના ભાગે અંગ્રેજીમાં “MOM” લખેલું છે, ડાબા હાથની કલાઈમાં ટેટૂથી પટ્ટો ત્રોફાવેલ છે, જમણા હાથના બાવળામાં પાછળના ભાગે અંગ્રેજીમાં “Alon but Royl panit” લખેલું છે અને જમણી બાજુ ગળા ઉપર તેમજ ડાબી બાજુ કમરના ભાગે દિલ તથા કાર્ડિયોગ્રામનું ટેટૂ ત્રોફાવેલ છે.

આ મૃતકની ઓળખ થઈ શકી નથી કે તેમના વાલી-વારસની કોઈ માહિતી મળી નથી. આથી, મૃતક વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૩૬૦૮૬ અથવા ૯૮૭૯૦ ૭૬૧૩૦ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સપેક્ટરશ્રી બી.વી. પટેલ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!