MORBI:મોરબી લાલપર ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

MORBI:મોરબી લાલપર ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે દબોચી લીધો છે. પોલીસે કુલ ૧૨,૦૭૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન લાલપર ગામની સીમમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની ૧૫ બોટલ મળી આવી હતી.ઝડપાયેલ આરોપી: ચિરાગ રમેશભાઈ દલવાડી રહેઠાણ: ગામ રવાપર, મોરબી પોલીસે દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.







