GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં ભાજપના ઉમેદવારોએ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યા 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૪.૨૦૨૬

હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો નગર ખાતે જોવા મળ્યો હતો તેમાં પણ ભાજપા દ્વારા તાલુકા પંચાયત ની 24 અને જિલ્લા પંચાયત ની 5 કુલ 29 ઉમેદવારોને મેદાનમાં ઉતારતાં ભાજપા દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમામ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિજય સંકલ્પ રેલી હાલોલ કંજરી રોડ સ્થિત ભાજપા કાર્યાલયથી ઢોલ નગારા બેનરો સાથે જોડાઈ રેલી સ્વરૂપે નીકળી હાલોલ મામલતદાર ઓફિસ તેમજ તાલુકા પંચાયત ખાતે પહોંચી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું આ શક્તિ પ્રદર્શનમાં હાલોલના સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રસિંહજી પરમાર ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો.હાલોલ તાલુકા પંચાયત માટે 24 અને જિલ્લા પંચાયત માટે 5 ઉમેદવારો મળીને કુલ 29 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ નોંધાવવા ની આજે છેલ્લી તારીખે તાલુકા પંચાયત માટે 24 ઉમેદવારો માટે કુલ 77 ફોર્મ તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે કુલ 21 ફોર્મ ભરાતા રાજકીય રંગ જોવા મળ્યો હતો જોકે હજુ ફોર્મ ચકાસણી ત્યારબાદ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખે ઉમેદવારી પત્ર ખેચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે જોકે 24 બેઠક સામે 77 ફોર્મ ભરાતા કેટલાક ઉમેદવારી પત્રો પરત ખેંચાય તેના ઉપર ચૂંટણીનો માહોલ જોવા મળશે જોકે આ વખતે ભાજપા સિવાય અન્ય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરાતા ચૂંટણી નો જંગ ખરા ખરી નો જામશે તેમ હાલમાં લાગી રહ્યું છે પરંતુ તે ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થશે કેટલીક ઉમેદવારી તાલુકા પંચાયત કચેરી ખાતે તો કેટલીક મામલતદાર કચેરી ખાતે દાખલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!