ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાની શામળાજી 108 ઇમર્જન્સી સર્વિસની ટીમે સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવન બચાવ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાની શામળાજી 108 ઇમર્જન્સી સર્વિસની ટીમે સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવન બચાવ્યો

તારીખ 10 એપ્રિલની મધ્ય રાત્રે અંદાજિત 1:30 સમયે ભિલોડા તાલુકાની મોટા કંથારીયા ડુંગર વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેમના પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108 ઈમરજન્સી સેવા શામળાજીની ટીમે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચીને સગર્ભાની તપાસ કરી અને પરિસ્થિતિને પારખીને ઘટના સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો.ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન સંજયભાઈ પટેલ અને પાયલટ જતીન કટારાએ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટ્રલ ફિઝિશિયન ડોક્ટર રુચિ ની ઓન કોલ સલાહ પ્રમાણે અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાએ આપેલ ટ્રેનિંગનો ઉપયોગ કરી સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરાવી. માતાએ સ્વસ્થ નવજાત પુત્રીનો જન્મ આપ્યો હતો.ત્યારબાદ માતા અને બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઇસરી ખાતે દાખલ કરવામાં આવેલ હતા. 108 ઈમરજન્સી સેવાની સમયસૂચકતાને કારણે એક નવજાત શિશુ અને માતાનો જીવ બચ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા 108 ઈમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકર કરતી શામળાજી 108 ની ટીમને સો સો સલામ*

Check Also
Close
Back to top button
error: Content is protected !!