BANASKANTHADEODARGUJARAT

દિયોદરમાં ભાજપમાં ભંગાણ જુના કાર્યકરોએ હાથ છોડ્યો આપ ને ટેકો આપ્યો 

દિયોદરમાં ભાજપમાં ભંગાણ જુના કાર્યકરોએ હાથ છોડ્યો આપ ને ટેકો આપ્યો

oplus_0

 

ડૂચકવાડા બેઠક પર ટિકિટ ના ફાળવતા કાર્યકરોમાં નારાજગી

 

પ્રતિનિધિ :દિયોદર કલ્પેશ બારોટ

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલ ના રોજ યોજાનાર છે જેની પહેલા દિયોદર ભાજપમાં ભંગાણ સર્જાયું છે જેમાં વર્ષો જૂના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી આપ સાથે જોડાતા રાજકારણ ગરમાયું છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના કેટલાય જૂના જોગીઓ એ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા જેમાં દિયોદર વજીર સમાજ ના આગેવાન પોપટજી પરમાર સહિત ડુચકવાડા સીટ પર ના રમેશભાઈ વાલ્મિકી સહિત અનેક કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડતા મામલો ગરમાયો હતો કાર્યકરોએ નારાજગી વ્યકત કરતા જણાવેલ કે અમો છેલ્લા ૨૫ વર્ષ થી ભાજપ સાથે જોડાયેલ હતો અમો એ ટિકિટ ની માગણી કરી હતી પરંતુ અમારી માગણીઓ સ્વીકારી નથી અમો જેથી ભાજપ સાથે છેડો ફાડ્યો છે હાલ અમે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ફોર્મ ભર્યું છે

Back to top button
error: Content is protected !!