

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે. પક્ષ દ્વારા કુલ ચાર બેઠકો પર ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે તાલુકાના રાજકારણમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ઉતરાજ બેઠક પરથી નીતિનભાઈ જોશીએ ઉમેદવારી નોંધાવી છે. પુનિયાદ બેઠક માટે ફરીમભાઈ દિવાન મેદાનમાં ઉતર્યા છે, જ્યારે કુકશ બેઠક પરથી નૂરજાબાનુ મયુદ્દીનએ પોતાનું ફોર્મ ભર્યું છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની શિનોર બેઠક માટે યામિકભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની ચારેય બેઠકો પર ઉમેદવારો ઊભા કરવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. હવે આવનારી ચૂંટણીમાં મતદારોનો ઝુકાવ કયા પક્ષ તરફ રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.




