BANASKANTHAPALANPUR

આદર્શ વિધાલય વિસનગર, ઉચ્ચત્તર પ્રા.વિ. ધો -8 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

13 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં કાર્યરત આદર્શ ઉચ્ચ.પ્રા. વિભાગના ધો-8 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ સમારોહને શોભાવવા માટે મહાનુભાવો એવા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી. ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખ ડો.સુરેશભાઈ ચૌધરી, સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી અને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા સુપરવાઈઝરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ. પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી પઠાણ સાહેબે મહેમાનશ્રીઓનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા શાળા દ્વારા અભ્યાસ અંતર્ગત સિંચીત થયેલ સંસ્કારોને વાચા આપી શાળાના નામ પ્રમાણે આદર્શ વિદ્યાર્થી બનવા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ “અમૂલ્ય ધન એટલે કેળવણી” એ વિશે પ્રાસંગિક પ્રવચન આપી શાળામાં મેળવેલ કેળવણી થકી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી જીવન સમૃદ્ધ બને તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.મંત્રીશ્રી જે.ડી ચૌધરી, ડૉ. સુરેશભાઈ ચૌધરી, શ્રી ખુમજીભાઈ ચૌધરી, આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને સુપર વાઈઝર લવજીભાઈ ચૌધરી વગેરેએ “પુરુષાર્થ એ જ ઉત્તમ સિદ્ધિ” એ ઉકિતને સાર્થક કરતા પ્રાસંગિક પ્રવચનો આપી વિદ્યાર્થીઓ ઉચ્ચત્તમ કેળવણી પ્રાપ્ત કરી શાળાના ગૌરવશાળી વિદ્યાર્થીઓ બને તેવા શુભાશિષ પાઠવ્યા હતા.આભારવિધિ શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન સુથાર દ્વારા કરવામાં આવી. આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી ધો-૮ ના વિદ્યાર્થીઓનો ભવ્યાતિભવ્ય શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!