DAHODLIMKHEDA

લીમખેડા મોટા હાથીધરા શ્રી હસ્તેશ્વર ગૌ શાળામાં 70 ગાંસડી ઘાસ નું ગુપ્ત દાન કરનાર દાતાશ્રીને ભગવામય હાર્દિક અભિનંદન શુભકામનાઓ

તા.૧૩.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા મોટા હાથીધરા શ્રી હસ્તેશ્વર ગૌ શાળામાં 70 ગાંસડી ઘાસ નું ગુપ્ત દાન કરનાર દાતાશ્રીને ભગવામય હાર્દિક અભિનંદન શુભકામનાઓ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા સૌથી જૂના અને જાણીતા શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા હાથીધરા ખાતે આવેલ ગૌ શાળામાં લીમખેડા તાલુકાના સનાતની યોદ્ધા એવા પરમ ગૌ સેવક દ્વારા એક ગાડી એટલે કે 70 ગાંસડી ઘાસ નું ગુપ્તદાન કરવામાં આવેલ છે.ગૌ દાન મહાદાન ગણાય છે,અને એમાંય કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કે પોતાના નામ વગર દાન કરનાર એ જ મહા પુણ્યશાળી ભાગ્યશાળી ને ગૌ માતાના સદાય આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના. આવો સૌ સનાતનીઓને હાકલ કરવામાં આવે છે કે,ગાય માતા માટે નાનું મોટું દાન આપી પુણ્ય પ્રાપ્ત કરીએ.શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર ગૌશાળા પરિવાર,આદરણીય મહંત શ્રી તુરંતપૂરી મહારાજ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રીન્કેશ પ્રજાપતિ દ્વારા ગૌ દાન આપનાર ગૌ સેવક ને ખૂબ-ખૂબ આશીર્વાદ અને મંગલમય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Back to top button
error: Content is protected !!