સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને પોતાના મતાધિકારના ઉપયોગ માટે રજા આપવા રાજ્યની શ્રમ કમિશનર કચેરીનો આદેશ

શ્રમ કમિશનરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.
જે તે વિસ્તારોમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસને ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા શ્રમયોગી/કર્મચારીઓને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, તેમ શ્રમ કમિશનરશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.





