JAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરના ગુરૂદ્વારામાં વૈશાખી ઉત્સવ સાથે સેવા પ્રકલ્પો

વૈશાખી અથવા બૈસાખી એ મુખ્યત્વે પંજાબ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ લણણીનો તહેવાર અને નવા વર્ષનું પર્વ છે. તે સામાન્ય રીતે દર વર્ષે 13 કે 14 એપ્રિલે ઉજવાય છે.

જામનગરના ગુરૂદ્વારા મા વૈશાખી પર્વની ધામધુમ છે દર્શન કીરત પ્રાર્થનાઓ જપ સાથે સાથે ભોજન પ્રસાદ તો ખરા અને સેવાકીય કેમ્પ યોજાયા છે તેમ રણજીતસિંઘજી લુબાના તેમજ અમરજીતસિંઘજીએ જણાવ્યુ છે અને ઉમેર્યુ હતુ કે અમારા સાધના શ્રદ્ધા અને સેવાના દરેક કાર્યોમાં શીખ ભાઇઓ બહેનો અગ્રેસર છે જેથી એક ઉર્જામય માહોલ બને છે

જ્યારે

હરદીપસીંઘજી ભોગલએ જણાવ્યુ હતુ કે આ અવસર અમારા માટે ભાવ સમર્પણ અને સેવાનો છે તેમજ ખૂબ સંખ્યામા શ્રદ્ધાળુઓ અહી ગુરૂદ્વારા મા આવે છે દર્શન પૂજન આરતી વગેરે સાથે ભોજનપ્રસાદ આરોગે છે

આ તહેવાર સાથે જોડાયેલી મુખ્ય બાબતો નીચે મુજબ છે:

ખેતી અને લણણી: આ દિવસે ખેડૂતો રવિ પાક (ખાસ કરીને ઘઉં) તૈયાર થઈ જવાની ખુશીમાં ઉજવણી કરે છે. તેઓ આજના દિવસે પાકની લણણી શરૂ કરે છે અને કુદરતનો આભાર માને છે.

શીખ ધર્મનું મહત્વ: શીખ સમુદાય માટે આ દિવસ અત્યંત પવિત્ર છે. ઈ.સ. 1699માં આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ ‘ખાલસા પંથ’ની સ્થાપના કરી હતી.

નવું વર્ષ: તે પંજાબી સૌર કેલેન્ડર મુજબ નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તેને ‘મેષ સંક્રાંતિ’ પણ કહેવામાં આવે છે.

ઉજવણીની રીત: લોકો ગુરુદ્વારાઓમાં દર્શન કરવા જાય છે, કીર્તન કરે છે અને લંગર (સામૂહિક ભોજન)નું આયોજન થાય છે. પંજાબમાં લોકો ભાંગડા અને ગિદ્ધા જેવા લોકનૃત્યો દ્વારા ઉત્સાહ વ્યક્ત કરે છે.

અન્ય રાજ્યોમાં નામ: ભારતના અલગ-અલગ ભાગોમાં આ જ તહેવાર અલગ નામોથી ઓળખાય છે, જેમ કે આસામમાં બીહૂ, બંગાળમાં પોઈલા બૈશાખ, કેરળમાં વિશુ અને તમિલનાડુમાં પુથાંડુ.

Back to top button
error: Content is protected !!