KALOL(Panchamahal)PANCHMAHAL

વલ્લભાચાર્યજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રી ભગીની સેવા મંડળની અનોખી સેવા.કાલોલની 6 હોસ્પિટલમાં ધાબડા વિતરણ.

 

તારીખ ૧૪/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

અખંડભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાલોલ ની શ્રી ભગીની સેવા મંડળ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાની જરૂરિયાતમંદ હોસ્પિટલોમાં દર્દીઓ માટે ધાબડા વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં મંડળના પ્રમુખ અંજુબેન મહેતા, મંત્રી દીપ્તિબેન પરીખ તથા કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં કાલોલ એનએમજી હોસ્પિટલ, કાલોલ રેફરલ હોસ્પિટલ, જયનારાયણ હોસ્પિટલ મધવાસ, રેફરલ હોસ્પિટલ મલાવ, જયંત હોસ્પિટલ અડાદરા અને રેફરલ હોસ્પિટલ વેજલપુર ખાતે દર્દીઓને ઓઢવા માટે ધાબડા વિતરણ કરાયા હતા જ્યાં અડાદરા અને વેજલપુરની હોસ્પિટલમાં આદરણીય ડૉ. પ્રકાશભાઈ ઠક્કરના સહકારથી ધાબડા પહોંચાડવામાં આવ્યા હતા. મંડળ દ્વારા જણાવાયું કે આવતી કાલથી વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં પણ ધાબડા વિતરણનો કાર્યક્રમ ચાલુ રહેશે.મંડળે ધાબડા લાવવામાં સહકાર આપનાર તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું કે ઠંડીની ઋતુમાં દર્દીઓને રાહત મળે એ જ આ સેવાનો મુખ્ય ઉદ્દેશ છે.

Back to top button
error: Content is protected !!