BAYAD

બાયડ 108 સર્વિસ ની ટીમે સફળ પ્રસુતિ કરાવીને માતા તેમજ બાળકનો જીવ બચાવ્યો

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લાની બાયડ 108 ઇમર્જન્સી સર્વિસની ટીમે સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવન બચાવ્યો*

તારીખ 14 એપ્રિલની વહેલી સવારે અંદાજિત 5:30 સમયે ધનસુરા તાલુકા ના રામપુરા ગામમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેમના પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108 ઈમરજન્સી સેવા બાયડ ની ટીમે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચીને સગર્ભાની તપાસ કરી અને પરિસ્થિતિને પારખીને ઘટના સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો.

ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન હિતેન્દ્ર પંચાલ અને પાયલટ તખતસિંહ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટ્રલ ફિઝિશિયન ડોક્ટર કરણ ની ઓન કોલ સલાહ પ્રમાણે અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાએ આપેલ ટ્રેનિંગનો ઉપયોગ કરી સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરાવી. માતાએ સ્વસ્થ નવજાત પુત્ર ને જન્મ આપ્યો હતો.

ત્યારબાદ માતા અને બાળકને વાત્રક સાર્વજનિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા. 108 ઈમરજન્સી સેવાની સમયસૂચકતાને કારણે એક નવજાત શિશુ અને માતાનો જીવ બચ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા 108 ઈમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!