Dhrangadhra: ધ્રાંગધ્રા હાઈવે પરથી ૩૮ અબોલ જીવોને કતલખાને જતા બચાવતી ગૌરક્ષક ટીમો




ધ્રાંગધ્રા: કચ્છથી વાયા માળીયા થઈ અમદાવાદ તરફ કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ૩૮ જેટલા અબોલ જીવોને ગૌરક્ષકો અને પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા ઉગારી લેવામાં આવ્યા છે. મોરબી, કચ્છ અને ધ્રાંગધ્રાની વિવિધ ગૌરક્ષક સંસ્થાઓએ જીવના જોખમે આ કામગીરી પાર પાડી હતી.


તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૬ની રાત્રે ગૌરક્ષકોને બાતમી મળી હતી કે એક આઈસર ગાડી (નંબર GJ-06-AT-8168) માં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી) અને કચ્છ-ધ્રાંગધ્રા ગૌરક્ષક ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
માળીયા પાસે શંકાસ્પદ આઈસર દેખાતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ફુલ સ્પીડે ભગાવી મૂકી હતી. હળવદથી ધ્રાંગધ્રા સુધી લાંબો પીછો કર્યા બાદ આખરે ધ્રાંગધ્રા નજીક ગાડીને આંતરી લેવામાં આવી હતી. તપાસ કરતા ગાડીમાંથી:કુલ ૩૮ અબોલ જીવ અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.હુમલાનો પ્રયાસ અને પોલીસની સતર્કતા કાર્યવાહી દરમિયાન ગૌરક્ષકોને ડરાવવા માટે પાયલોટિંગ કરી રહેલી અન્ય ૩ ગાડીઓ ધસી આવી હતી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધ્રાંગધ્રા પોલીસ પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તમામ જીવોને સુરક્ષિત રીતે મહાજન પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે.



