BODELICHHOTA UDAIPUR

બોડેલી માં ડેપ્યુટી CM હર્ષ સંઘવીના આગમન પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ!

છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો, તાલુકા પંચાયતની 150 બેઠકો અને 2 નગરપાલિકાઓ માટે રસાકસીભરો જંગ જામ્યો છે; 13 એપ્રિલ 2026ના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 15 એપ્રિલના રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે, ત્યારે આગામી 16 એપ્રિલ 2026ના રોજ ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીની સૂચિત મુલાકાતને લઈને સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે તેમના આગમનથી ચૂંટણી પ્રચારમાં અભૂતપૂર્વ ગરમાવો આવશે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની છોટાઉદેપુર જિલ્લાની આ મુલાકાતને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને તેઓ એવું માની રહ્યા છે કે ડેપ્યુટી CMની ઉપસ્થિતિથી પક્ષના પ્રચાર વધુ મજબૂત બનશે અને મતદારોના વલણમાં મોટો ફેરફાર જોવા મળશે અને ભાજપાનાં વિજયના માર્ગને વધુ મોકળો બનાવશે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!