ANANDANAND CITY / TALUKO

આણંદ – 16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો*

આણંદ – 16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો*

 

તાહિર મેમણ – આણંદ – 14/03/2026 – ગુજરાત પોલીસનાં ‘ચેક’ નામના નર ડૉગે રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યુ છે.

 

તાજેતરમાં મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં બે અલગ-અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસનાં ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું.

 

માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી.

 

ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

રાજ્યના પોલીસ વડા (DGP) કેએલએન રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

ગુજરાત પોલીસના કુલ 06 ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં 02 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા.

 

Back to top button
error: Content is protected !!