સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ – વહીવટી તંત્ર દ્વારા EVM ફાળવણીની પ્રક્રિયા સંપન્ન
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બહુમાળી ભવનના સ્ટ્રોંગ રૂમ ખાતેથી EVM રવાના

તા.15/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બહુમાળી ભવનના સ્ટ્રોંગ રૂમ ખાતેથી EVM રવાના, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વિવિધ નગરપાલિકાઓની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે અંતર્ગત આજરોજ બહુમાળી ભવન ખાતે આવેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના EVM સ્ટ્રોંગ રૂમથી સંબંધિત ચૂંટણી અધિકારીઓને મતદાન મથક વાઈઝ EVM – BU તથા CUની ફાળવણી કરવામાં આવી હતી આ પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષા સાથે હાથ ધરવામાં આવી હતી જેમાં બંધ બોડીના વાહનોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં EVM મોકલવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિયમ મુજબ ૧૫% વધારાના રિઝર્વ EVMની ફાળવણી કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયાના આગામી મહત્વના તબક્કા અંગે આગામી તા. ૧૫/૦૪/૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મતપત્રોની છપામણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ જ EVM પ્રિપેરેશનની સઘન તૈયારીઓ વિધિવત રીતે હાથ ધરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.



