KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયતની 6 બેઠકો તેમજ જીલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપ બિનહરીફ.અડાદરા બેઠકના અપક્ષ ઉમેદવારે કર્યા આક્ષેપ

 

તારીખ ૧૫/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કાલોલ તાલુકા પંચાયતની 6 બેઠકો ઉપર હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા ભાજપના 1.ડેરોલ સ્ટેશન સંજયભાઇ રાઠોડ,2.ખરસલીયા ચંપાબેન મનહરભાઈ,3. વ્યાસડા: ચેતનાબેન શિશુનાથસિંહ ઠાકોર,4.અડાદરા :- યઝુવેન્દ્રસિંહ જાદવ,5. કરોલી :ધર્મેન્દ્રસિંહ જાદવ,6. ચલાલી:- મીનાક્ષીબેન રાજેન્દ્ર ચૌહાણ જ્યારે પંચમહાલ જીલ્લા પંચાયતની કરોલી જીલ્લા પંચાયતમા હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા નીરુબેન ધર્મેન્દ્રસિંહ બિન હરીફ થયેલ છે. જેથી ભાજપના સમર્થકો અને નેતાઓ ની હાજરીમાં ફટાકડા ફોડી હાર પહેરાવી એક બીજાના મોઢા મીઠા કરાવી ઉજવણી કરી હતી. સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ,મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ તેમજ બિનહરીફ થયેલ ઉમેદવારો ની હાજરીમાં એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને ડીજે ના તાલે રેલી યોજી હતી.બીજી તરફ અડાદરા બેઠકના અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ જસવંતસિંહ જાદવે પોતે ઉમેદવારી પરત ખેંચી નથી પરંતુ હરીફ ઉમેદવારે ચકાસણી ના દિવસે ફોન કરી પોતાની એક સહી બાકી રહી ગઈ હોવાનો ફોન કરી બોલાવી કોરા ફોર્મ મા પોતાની સહી કરાવી તેમાં ફોર્મ પરત ખેંચવાની વિગતો ભરી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે બીજી તરફ મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી કાલોલે જણાવ્યુ છે આક્ષેપો સાવ ખોટા છે અપક્ષ ઉમેદવાર પોતે ઉમેદવારી પરત લેવા નુ ફોર્મ લઈને આવ્યા હતા અને વિડિઓ કેમેરા સામે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આમ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી ચાલુ રાખવા લેખીત રજૂઆત કરી છે જેમાં નિયમ મુજબ જવાબ આપવા ટીડીઓ દ્વારા જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!