
પત્રકાર એકતા પરિષદ પાલીતાણા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો..
કેમ્પ માં સેવા આપનારા ડોક્ટરો, નર્સો તેમજ સહાયક સ્ટાફ નું પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું..
પાલીતાણા તા 12 એપ્રિલ ના સવારે 8.30 થી 1.30 સુધી પાલીતાણા સર માનસિંહજી હોસ્પિટલ ખાતે સર્વો રોગ નું નિદાન, એક્સરે,સોનોગ્રાફી, રિપોર્ટ અને દવા સહિત નો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો.પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા સુંદર આયોજન,જરૂરી ડોક્ટરો,નાસ્તા,ભોજન અને આમંત્રિત મહેમાનો ના સન્માન,સ્વાગત સહિત તૈયારીઓ કરી હતી,આ કેમ્પ માં 658 જેટલા દર્દીઓ નું 12 જેટલા સ્પેશિયલિસ્ટ ડોક્ટરો દ્વારા.નિદાન,અને સારવાર ની કામગીરી શાંતિ પૂર્ણ સુંદર વ્યવસ્થા સાથે કરવામાં આવેલ હતી.
આ કેમ્પ માં ખાસ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ પ્રદેશ આઈ ટી સેલના નીતિનભાઈ ઘેલાણી તેમજ જિલ્લા અધ્યક્ષ શ્રી મિલનભાઈ કુવાડિયા પ્રદેશ મહામંત્રી આર બી રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ જૈન સમાજ પ્રમુખ શાંતિભાઈ મહેતા, હીતેષભાઈ અજમેરા , અજયભાઈ શેઠ, વિપુલભાઈ જૈન, પ્રશાંતભાઈ મણીયાર,શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલીયા, મુસ્લિમ સમાજ ના હાજી અમાનતઅલી બાપુપણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ખાસ ધર્મશાળા એસોસિએશન ના પ્રમુખ રાહુલભાઈ ગઢવી, હાદીકભાઈ દેવલુક,યતિનભાઈ શાહ શાહ સહિત પાલીતાણા મેડિકલ એસોસિએશન ની ટીમ સહિત પોલીસ નાયબ પોલીસ અધિક્ષક મિહીર બારીયા પી આઈ ભાવેશ કરમટા , મામલતદાર અર્જુનસિંહ ડોડીયા નાયબ મામલતદાર કુલદીપસિંહ સરવૈયા, આરાધના ફાઉન્ડેશન ના પ્રમુખ હાદીકભાઈ મહેતા સમાજ શ્રેષ્ઠીઓ પણ ખાસ ઉપસ્થિત રહી પત્રકારોની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હૂફ આપી હતી..
આ કેમ્પના મુખ્ય સ્પેશિયલ વિષયના સર્જનો,ડોક્ટરો,તેમજ સ્ટાફ ની સરાહનીય કામગીરી થી આયોજકો તેમજ લાભાર્થીઓ ને સંતોષ હતો.તેમજ દરેક પ્રકારના રિપોર્ટ,દવા સહિત સારવાર મફત પૂરી પાડતા કેમ્પ નું પાલીતાણા ખાતે પ્રથમ સફળ આયોજન હતું..
જીશાન ખૂંટ પાલીતાણા










