
સાગબારામાં દારૂના કેસમાં ફરાર મહારાષ્ટ્રનો બૂટલેગર સાહીલ રાજેશ રાઠોડ ઝડપાયો

તાહિર મેમણ – ડેડીયાપાડા – 15/04/2026 – નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં વિદેશી દારૂ ની હેરાફેરી કરતા મહારાષ્ટ્રના બૂટલેગર છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આવા બૂટલેગરો ને શોધી કાઢવા પોલીસ અધીક્ષક નર્મદા વિશાખા ડબરાલ ની સૂચનાથી એલસીબીની ટીમ ટેકનીકલ સર્વેલન્સ મારફતે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી હતી. તે દરમિયાન સાગબારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બૂટલેગર પ્રોહી કેસના આરોપી સાહીલ રાજેશ રાઠોડ જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના કંજરવાડાનો મૂળ રહેવાસી અને હાલઅમદાવાદ નરોડા પાટિયા સરદારનગર ખાતે રહેતો હોય તેની બાતમી મળી હતી.
આરોપી કામ માટે રાજપીપળા આવ્યો હોવાની માહિતી મળતાની સાથે પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી રાજપીપળામાં જોવા મળતાની સાથે તેને ઝડપી લેવાયો હતો.આરોપી એક વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો.આરોપીને વધુ તપાસ માટે સાગબારા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.



