છોટીકાશીમાં ચુંટણી ઉત્સવમાં ભાજપ છવાયુ

જામનગરમાં ભાજપની સક્રિયતાનો મતદારોમાં સકારાત્મક પ્રતિસાદ, ઉમેદવારોમાં ઉમંગનો માહોલ
જામનગર ( ભરત જી.ભોગાયતા )
જામનગર શહેર તથા જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલી વ્યાપક અને સુવ્યવસ્થિત સક્રિયતાની મતદારોમાં નોંધ લેવાઈ રહી છે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, બંને ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા સાંસદ પૂનમબેન માડમ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે , ભાવેશ ઠુંમર તેમજ પ્રચાર-પ્રસાર અને મીડિયા ટીમના સીનિયર કન્વીનર ભાર્ગવ ઠકાર દ્વારા તંદુરસ્ત અને ઉત્સાહી વાતાવરણમાં અભિયાન ધમધમતું નજરે પડી રહ્યું છે.

વિવિધ વિસ્તારોમાં સતત સભાઓ, ઘર-ઘર સંપર્ક અને જનસંપર્કના કાર્યક્રમો ઘડી કઢાયા છે તેના થકી ભાજપે મજબૂત હાજરી નોંધાવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી મહામંત્રીઓ મહામંત્રી
કુમારપાલસિંહ રાણા,,ભવાનભાઈ ચૌહાણ,ભરતભાઈ દલસાણીયા અને પ્રભારી દિલીપભાઈ બારડ અને હોદેદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં લોકસંપર્ક કરવામાં આવ્યો છે.
જીલ્લા ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ પરમાર એ હોદેદારો અને પદાધીકારીઓ સાથે સંકલન કરીને જણાવ્યુ છે કે ગ્રામજનોમાં પણ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી કરાયેલા વિકાસકાર્યો સાથે આગામી સમયમાં થનારી યોજનાઓના વચનોને લઈને ગામડાઓમાં ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું છે.
શહેરમાં અને જિલ્લામાં સરકારી યોજનાઓના લાભાર્થી નાગરિકોમાં ખાસ કરીને સકારાત્મક ભાવના જોવા મળી રહી છે. વિવિધ યોજનાઓથી સીધો લાભ મેળવનાર નાગરિકો ભાજપના કાર્યોથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે મતદારોમાં પક્ષ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
તાજેતરમાં જામનગર ભાજપ પ્રભારી ધનસુખ ભંડેરીની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલા ઘોષણાપત્રને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. વિકાસલક્ષી મુદ્દાઓ અને જનહિતના અભિગમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા આ ઘોષણાપત્ર વખતે મીનીસ્ટર અર્જુન મોઢવાડીયા પુર્વ મેયર વિનોદ ખીમસુર્યા સહિત આગેવાનો જામનગર શહેર ભાજપ કાર્યાલય પં.દીનદયાળ ભવને ઉપસ્થિત હતા આ વચનબદ્ધતાના દસ્તાવેજએ મતદારોમાં વિશ્વાસ ઊભો કર્યો છે.
સંગઠનના કાર્યકરોની જહેમત, સતત કાર્યશીલતા અને એકજૂટતાના કારણે જામનગર શહેર અને જિલ્લામાં ભાજપ માટે જંગી બહુમતીનો માર્ગ સુગમ બનતો જણાઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિએ એવું દર્શાવે છે કે હરીફ પક્ષો પ્રભાવી પડકાર ઉભો કરી શકતા નથી અને ભાજપ જનસેવાના મજબૂત ભાથા સાથે આગળ વધી રહી છે.





