હાલારમાં કોંગ્રેસ પક્ષ મજબુત હરીફ બનવા તરફ

જામનગરમાં કોંગ્રેસનું ઘોષણાપત્ર: પાયાના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જનહિતનો દાવો
જામનગર (ભરત જી.ભોગાયતા)
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચુંટણીને લઈ કોંગ્રેસે શહેરના પાયાના પ્રશ્નોને આવરી લેતું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને જનહિતને પ્રાથમિકતા આપવાની સાથે કોંગ્રેસે જામનગરને આધુનિક, સ્વચ્છ અને સુવિધાસભર શહેર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ઘોષણાપત્ર જાહેર કરતી વખતે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દીગુભા), મહામંત્રી ભરતભાઈ વાળા તેમજ પક્ષના આગેવાનો અને ઉમેદવારો હાજર રહ્યા હતા. સાથે જ જામનગર જિલ્લા ગ્રામ્ય કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયાએ પણ સંગઠનની મહેનત અને એકતા પર ભાર મૂક્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના પાણી, ગટર, રસ્તા, સ્વચ્છતા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉકેલવા માટે સ્પષ્ટ રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો છે. “સાથે મળીને વિકાસ અને જનહિતની નવી દિશા આપીએ” તેવા સંદેશ સાથે કોંગ્રેસે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસ મહામંત્રી ભરતભાઇ વાળાએ જણાવ્યુ છે કે ચુંટણીકાર્યાલય સભાઓ લોકસંપર્ક સહિત પ્રચાર માળખુ તૈયાર થઇ રહ્યુ છે અને પક્ષના આગેવાનો હોદેદારો કાર્યકર્તાઓમા અનેરો ઉત્સાહ જોવા મળે છે





