આગેવાન અનવર સંઘાર ભાજપમાં જોડાયા-બેડીમા ભાજપને મજબુતી

અનવર નુરમામદ સંઘારવોર્ડનં -૧ માછીમાર પ્રમુખ
(સામાજીક કાર્યકર અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ )
*અનવર નુરમામદ સંઘાર
વોર્ડનં -૧ માછીમાર પ્રમુખ
(સામાજીક કાર્યકર અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ )
ભાજપમાં જોડાયા છે જેથી બેડી વિસ્તારમાં ભાજપને મજબુતી મળી છે
તેમના પત્ની હુશેનાબેન અનવર સંઘાર
પૂર્વ કોર્પોરેટર વોર્ડનં -૧ બીજેપી* હતા
પોતાની ભાષામા લાગણી સભરતા સાથે અનવરભાઇ સંઘારએ જણાવ્યુ હતુ તે અંગે ખુલ્લા દિલથી નિર્દોષભાવથી સંદેશો મોકલ્યો હતો કે……………
શ્રી રીવાબા એ મને આશ્વાસન આપ્યુ કે તમારા વોર્ડમાં જેટલું થાશે એટલુ કામ કરીશ તમે બીજેપીમાં પાછા આવી જાવ એટલે મે બેન ના કેવાથી અને વોર્ડમાં કામ થાય તે હેતુથી પાછો બીજેપીમાં જોડાયો … પક્ષ કોઈ પણ હોય પણ આપણને આપણા વોર્ડમાં કામની જરૂર છે અને આપણા કામ થવા જોઈએ એટલે આપણે બીજેપી ને જીતાડવા માટે મહેનત કરવી પડશે પણ અમુક હોય જે મારાથી ના ખુશ હોય પણ હું ગમે તે પક્ષમાં જાઉં કે આઉ કે ટીકીટ મળે કે ના મળે તેમ છતા હું વોર્ડન ૧ નું કામ કેમ સારૂ થાય અને વિકાસ થાય તે માટે હું મહેનત કરુ છું અને કરતો રહીશ. અને જે હમણાની પેનલ છે તેમાં ત્રણ ઉમેદવાર તો અહીના સ્થાનિક છે અને એક ઉમેદવારને અયાં પ્રોપર્ટી છે મીલ છે તો તે પણ અયાંનો સ્થાનિક કહેવાય અને ૨૪ કલાક એની મીલે હાજરી હોય છે અને પેલિવાર ચૂંટણી લળે છે અને આપણા ઉપર ભરોસો કર્યો છે તો આપણે એના ઉપર એકવાર ભરોસો કરવો જોઈએ અને ચારેય ચાર ઉમેદવારો ની પેનલ ને મત આપજો . અને બીજા પક્ષમાં જે આપણે બાપદાદા થી એક જ પક્ષને આપણે બાંધી રાયખા છે હવે બદલાવની જરૂર છે.






