MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અવની ચોકડી પાસે મોડી રાત્રે બાવળની વાડમાં ભીષણ આગ લાગી, ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ

 

MORBI:મોરબી અવની ચોકડી પાસે મોડી રાત્રે બાવળની વાડમાં ભીષણ આગ લાગી, ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ

 

​મોરબી: શહેરની અવની ચોકડી પાસે ગત મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રોડ નજીક આવેલી બાવળની વાડમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. સૂકા બાવળ હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.



બનાવની જાણ થતા જ મોરબી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. ફાયર ટીમની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. મોડી રાત્રે લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે કુતૂહલ અને ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!