સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: ૨૬ એપ્રિલે મતદાન, ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ
જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૮ ઉમેદવારો વચ્ચે મુકાબલો; ૧૦ તાલુકા પંચાયતોમાં ૫૧૨ ઉમેદવારો નસીબ અજમાવશે

તા.16/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૮ ઉમેદવારો વચ્ચે મુકાબલો; ૧૦ તાલુકા પંચાયતોમાં ૫૧૨ ઉમેદવારો નસીબ અજમાવશે, મહાનગરપાલિકામાં ૧૩ વોર્ડની ૫૨ બેઠકો પર ૧૩૬ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ; ભાજપ-કોંગ્રેસ સાથે અન્ય પક્ષો પણ મેદાનમાં, નગરપાલિકા ચૂંટણીમાં ૪ નગરપાલિકાઓની ૯૮ બેઠકો માટે ૨૭૩ હરીફ ઉમેદવારો; પેટા ચૂંટણીની બેઠક માટે પણ વહીવટી તૈયારીઓ સજ્જ, ૧૦ તાલુકા પંચાયતોની ૧૮૦ બેઠકો પર ૫૧૨ ઉમેદવારોનું ભાવિ મતદારોના હાથમાં; નગરપાલિકામાં ૨૮ અને તાલુકા પંચાયતમાં ૭ ઉમેદવારો બિનહરીફ જાહેર, સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ઉમેદવારી ફોર્મની ચકાસણી અને નામ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે લોકશાહીના આ પાયાના પર્વમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતોના પ્રતિનિધિઓની પસંદગી કરશે જિલ્લા પંચાયતની ચૂંટણીના ગણિત પર નજર કરીએ તો, કુલ ૩૨ બેઠકો માટે ૧૩૬ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા હવે ૯૮ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ૩૨ અને કોંગ્રેસના ૩૧ ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ૩૧ ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે જિલ્લા પંચાયત સ્તરે મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે જેમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની નોંધપાત્ર હાજરી દર્શાવી રહ્યા છે બીજી તરફ, શહેરી વિસ્તારમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો પર પણ રસાકસી જામી છે મહાનગર પાલિકામાં કુલ ૧૯૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાંથી ચકાસણી બાદ ૧૫૫ ફોર્મ માન્ય રહ્યા હતા અને આખરે ૧૩૬ ઉમેદવારો મેદાનમાં છે રાજકીય પક્ષો મુજબ જોઈએ તો, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમામ ૫૨ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે આ ઉપરાંત, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે નગરપાલિકા સ્તરે ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને પાટડીની કુલ ૧૧૨ બેઠકો માટે કુલ ૨૭૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી માન્ય ૨૪૩ ફોર્મમાંથી ૨૬ ફોર્મ અંતિમ દિવસે પરત ખેચવામાં આવ્યા હતા હવે ૧૮૯ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. નોંધનીય છે કે ૨૮ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટીના ૮૪ અને કોંગ્રેસના ૭૦ ઉમેદવારો મુખ્ય હરીફ છે આ ઉપરાંત, થાનગઢ નગરપાલિકામાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે પણ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે નગરપાલિકા વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતા આ વખતે ઊંચું મતદાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતો જેવી કે સાયલા, લીંબડી, ચોટીલા, લખતર, વઢવાણ, ચુડા, મુળી, દસાડા, ધ્રાંગધ્રા અને થાનગઢની કુલ ૧૮૦ બેઠકો પર પણ લોકશાહીનો જંગ તેજ બન્યો છે આ બેઠકો માટે કુલ ૫૧૨ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ૭ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.




