RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઈ.વી.એમ.ની ફાળવણી કરાઈ

તા.૧૬/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા

Rajkot: રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં કુલ ૧૦૧૪ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ આજે બેલેટ યુનિટ (BU) અને કંટ્રોલ યુનિટ (CU)ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મથકો માટે ૧૨૦ ટકા લેખે કુલ ૧૨૧૭ બેલેટ યુનિટ અને ૧૨૧૭ કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે ૧૩૪૦ બેલેટ યુનિટ અને ૧૨૮૦ કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!