RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સનું આયોજન

તા.૧૬/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાના ખેલાડીઓ માટે જુડો, આર્ચરી અને બાસ્કેટ બોલની સ્પર્ધા યોજાશે

Rajkot: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ. એસ.એસ.) યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રુવન ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવા માટે ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ (પ્રાથમિક કસોટી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સમાવિષ્ટ રમતોમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર અને તા. ૦૧/૦૧/૨૦૧૧થી તા. ૩૧/૧૨/૨૦૧૫ની વચ્ચે જન્મ થયો હોય તેવા ભાઈઓ અને બહેનો આ કસોટીમાં ભાગ લઈ શકશે.

રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાના ખેલાડીઓ માટેની આ ઝોન કક્ષાની ટ્રાયલ્સમાં જુડોની રમત માટે તા. ૨૨/૦૪/૨૦૨૬ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ ખાતે, આર્ચરી રમત માટે તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ ડી.એલ.એસ.એસ. જી. કે. ધોળકિયા સ્કૂલ, ન્યુ ૧૫૦ ફીટ રીંગ રોડ ખાતે તેમજ બાસ્કેટ બોલની રમત માટે તા. ૨૪/૦૪/૨૦૨૬ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે ૦૭ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે જુડો માટે શ્રી દ્રષ્ટિબેન બાંભણીયાનો મો.નં. ૭૯૮૪૧ ૦૯૯૮૮, આર્ચરી માટે શ્રી નીલાબેન ડામોરનો મો.નં. ૯૮૨૫૮ ૬૦૭૩૮ અને બાસ્કેટ બોલ માટે શ્રી મનસુખભાઈ સાબલીયાનો મો.નં. ૯૯૭૮૫ ૧૦૩૦૪ પર સંપર્ક કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ કોઈપણ એક જ રમતમાં ભાગ લઈ શકશે અને રમત માટેની જરૂરી સ્પોર્ટ્સ કીટ તથા સાધનો ખેલાડીએ સ્વયં સાથે લાવવાના રહેશે. દરેક ખેલાડીએ પોતાની સાથે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મેળવેલી સિદ્ધિના ઓરીજીનલ પ્રમાણપત્રો અને તેની નકલો, પંચાયત / નગરપાલિકા / મહાનગરપાલિકાનો જન્મનો દાખલો તથા આધાર કાર્ડ ફરજિયાતપણે લાવવાનું રહેશે. જો ખેલાડીની જન્મ તારીખ નિયમાનુસાર નહીં જણાય તો તેમને કસોટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.

આ ઉપરાંત, પ્રવાસ ખર્ચ મેળવવા માટે ખેલાડીઓએ પોતાના અથવા વાલીના બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની સ્પષ્ટ વંચાય તેવી નકલ રજૂ કરવાની રહેશે. જે ખેલાડીઓ દૂરથી આવવાના હોય તેમના માટે કસોટીના સ્થળે અગાઉની રાત્રિના રોકાણ અને ભોજનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઝોન કક્ષાની ટ્રાયલ્સમાંથી પસંદગી પામેલા ખેલાડીઓને ત્યારબાદ રાજ્ય કક્ષાની ટ્રાયલ્સ માટે મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાની ટ્રાયલ્સના આધારે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવશે. વધુ વિગતો માટે જે તે જિલ્લાની રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!