અનવર સંઘાર સહિતના આગેવાનોની જહેમતથી જબરો પ્રતિસાદ

જામનગરના વોર્ડ નં ૧ માં ભાજપની જમાવટ-મતદારોમાં થનગનાટ સાથે ખુલ્લુ સમર્થન હરીફોએ મેદાન છોડ્યુ


જામનગર વોર્ડ નં. 1માં ભાજપનું ચુંટણીનુ મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન તથા જાહેર સભા યોજાયા હતાજામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં. 1માં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન તથા વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ પ્રસંગે ભાજપના ઉમેદવારો તરીકે અમર મોહનલાલ મોદી (જનક મિલ, બેડી), ઈસમાઈલ માણેક, જરીના હાઝી સુલતાનિયા અને શાબાનબેન ઉમર ચમાડિયા મેદાનમાં ઉતર્યા છે અને તેઓને જીતાડવા માટે પક્ષ દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરાયા છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિકાસની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ જ વિકાસયાત્રાને આગળ વધારવા જામનગર શહેરમાં પણ ભાજપના પેનલને વિજયી બનાવવા કાર્યકર્તાઓ અને મતદારોમાં ઉમળકો જોવા મળી રહ્યો છે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના આગેવાનો તથા મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા જેમાં રાજ્યના મંત્રી રેવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા દિવ્યેશભાઈ અખબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યકર્તાઓ આગેવાનો નાગરીકો સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થીત હતા
*ખીલશે કમળ… જીતશે વિકાસ*
ભાજપ દ્વારા વિકાસના એજન્ડા સાથે વોર્ડ નં. 1માં મજબૂત હાજરી નોંધાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે.





