KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

તારીખ ૧૭/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે જિલ્લા કક્ષા, તાલુકાકક્ષા અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક જનજાગૃતિ માટે(SVAP) મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ,રેલી, મહેંદી કેમ્પઈન, નાટક તેમજ ૧૦૦% મતદાનના શપથ જેવા કાર્યક્રમો યોજવા સૂચન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન રેલી,,૧૦૦% મતદાન શપથ તેમજ સામાજિક જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા.સમાજમાં જનજાગૃતિ થકી ઉત્તમ રાષ્ટ્રનિર્માણ કાર્યમાં બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા સહભાગી થવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.







