MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડા સ્થિત પી.એન. પંડ્યા કોલેજ ખાતે EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડા સ્થિત પી.એન. પંડ્યા કોલેજ ખાતે EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી
**

રિપોર્ટર…
અમીન કોઠારી
મહિસાગર

મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ મુક્ત, ન્યાયી, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્વની એવી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી અર્પિત સાગરે લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતે ઊભા કરવામાં આવેલા EVM સ્ટ્રોંગરૂમની રૂબરૂ મુલાકાત લીધી હતી.

 

આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સ્ટ્રોંગરૂમની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, ૨૪x૭ સીસીટીવી (CCTV) કેમેરાનું મોનિટરિંગ, પોલીસ બંદોબસ્ત તેમજ આગમચેતીના પગલારૂપે ફાયર સેફ્ટી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને પ્રોટોકોલ મુજબ સ્ટ્રોંગરૂમમાં EVM મશીનોની સુરક્ષિત જાળવણી અને હેરફેર માટેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત નોડલ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ જાળવવી એ જિલ્લા ચૂંટણી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કલેક્ટરશ્રીની આ સમીક્ષા મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ તેમજ અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ચૂંટણીલક્ષી કામગીરીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!