NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના:૩૧ જુલાઈ સુધી હયાતીની ખરાઈ ફરજિયાત કરાય લેવા અનુરોધ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાના તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. IRLA સ્કીમ (બેંક મારફત) હેઠળ રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ વર્ષ ૨૦૨૬ માટે પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૦૧ મે ૨૦૨૬થી તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન કરાવવી ફરજિયાત રહેશે. પેન્શનરો પોતાની હયાતીની નોંધણી માટે તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં જઈ શકે છે અથવા ઓનલાઇન માધ્યમથી www.jeevanpramaan.gov.in⁠� વેબસાઈટ પર નોંધણી કરી શકે છે. ઉપરાંત, ઘરે બેઠા પ્રક્રિયા કરવા માંગતા પેન્શનરો માટે નજીકની પોસ્ટ ઓફિસ મારફતે પોસ્ટમેન દ્વારા ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશનથી વિનામૂલ્યે સર્ટિફિકેટ જનરેટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્રક્રિયા હેઠળ કુટુંબ પેન્શનરોએ “પુનઃ લગ્ન નથી કર્યા” તે અંગે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી રહેશે. તેમજ જેમણે અગાઉ આધાર કાર્ડ અથવા પાન કાર્ડની વિગતો આપી નથી, તેમણે હયાતી ફોર્મ સાથે તેની નકલ જોડવી પડશે.વિદેશમાં રહેતા પેન્શનરો માટે નોટરી દ્વારા ફોટા સાથે પ્રમાણિત કરાવેલ હયાતીની અસલ નકલ, પાસપોર્ટની નકલ અને NRO એકાઉન્ટની બેંક પાસબુકની નકલ મોકલવી ફરજિયાત રાખવામાં આવી છે.તિજોરી કચેરીએ ચેતવણી આપી છે કે, જો કોઈ પેન્શનર ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ નહીં કરાવે, તો તેમનું ઓગસ્ટ ૨૦૨૬નું પેન્શન બંધ કરવામાં આવશે. ઉપરાંત, તમામ પેન્શનરોએ PPO મુજબની સહી જ કરવાની રહેશે અને બેંક શાખામાં ફેરફાર થયો હોય તો તેની જાણ તાત્કાલિક તિજોરી કચેરીને કરવાની રહેશે.આ અંગે નવસારી જિલ્લા તિજોરી કચેરી દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરી પેન્શનરોને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!