KUTCHMUNDRA

મુંદરામાં રોટરી ક્લબ અને કે.સી.આર.સી.ના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો : 82 લોકોએ લાભ લીધો 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરામાં રોટરી ક્લબ અને કે.સી.આર.સી.ના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો : 82 લોકોએ લાભ લીધો 

 

મુંદરા, તા. 19:

કચ્છના મુંદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પરંપરાને જાળવી રાખતા રોટરી ક્લબ ઓફ મુંદરા અને કે.સી.આર.સી.ના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે વર્ષોથી ચાલતા આ સેવાના મહાયજ્ઞમાં રોટરી ક્લબ પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે જેના પરિણામે સ્થાનિક તેમજ અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને પોતાના ઘરઆંગણે નિષ્ણાંત દ્વારા શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બની રહે છે. આ વખતના કેમ્પમાં 82 લોકોએ લાભ લીધો હતો જેમાંથી મોતિયોના 8 અને વેલના 2 દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ ઉપરાંત નજીકની દ્રષ્ટિ ખામી ધરાવતા 26 જેટલા લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુંદરાના લોકોની દ્રષ્ટિમાં પ્રકાશનું કિરણ ઉમેરવાના આ પરોપકારી કાર્યને લોકોએ દિલથી બિરદાવ્યું હતું.

આ માનવતાવાદી કાર્યમાં માતુશ્રી લક્ષ્મીબેન લાલજી ચોથાણી પરિવાર તરફથી ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અતુલભાઈ પંડ્યા, બી. એમ. ગોહિલ, સુનિલભાઈ વ્યાસ તથા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઇ લાલજી ચોથાણી સહયોગી રહ્યાં હતા. આરોગ્ય ક્ષેત્રે કે.સી.આર.સી.ના આંખના તજજ્ઞ ઉજવલ બહુગુણા તથા તેમની ટીમે અત્યંત નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી દર્દીઓનું સચોટ નિદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ મુંદરા દ્વારા માત્ર નેત્ર સેવા જ નહીં પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત ભાવે એમ્બ્યુલન્સ સેવા તેમજ જરૂરિયાત મુજબ સબ પેટીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

   

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!